સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 જાન્યુઆરી 2020 (16:43 IST)

ગુજરાતમાં મહિલાઓ વિવિધ માંગણીઓ સાથે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરી આવી

અમદાવાદ, ગાંધીનગર અને ભરૂચમાં આજે હજારો મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. અને વિવિધ માંગણીઓ સંદર્ભે આંદોલન શરૂ કર્યું હતું. જેમાં LRD પરીક્ષામાં થતા અન્યાય થતા ગાંધીનગરમાં, અમદાવાદમાં વિવિધ માંગો સાથે મજૂર સંગઠનની મહિલાઓ અને ભરૂચમાં માંગણીઓને સંદર્ભે આંગણવાડી મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી છે. મહિલાઓએ ‘મજદૂર વિરોધ સરકાર મુર્દાબાદ’ના સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અનેકની અટકાયત કરવાનું શરૂ કર્યું છે. એલઆરડી મેરિટ લિસ્ટ મામલે શહેરની સત્યાગ્રહણ છાવણી ખાતે શરૂ થયેલું મહિલા ઉમેદવારોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. આ મહિલા એક મહિનાથી આંદોલન ચલાવી રહી છે. આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી, જેને પગલે મહિલા પોલીસે આ મહિલા ઉમેદવારોને વિધાનસભા તરફ જતા અટકાવી હતી. જેમાંની કેટલીક મહિલાઓની અટકાયત પણ કરી હતી. આ દરમિયાન આંદોલનકારી મહિલાઓએ ‘ગુજરાત સરકાર હાય હાય’ના નારા લગાવ્યા હતા. જેને પગલે પોલીસે મહિલાઓની ટીંગાટોળી કરી, ધક્કા મારી તેમજ ખેંચીને પોલીસ વાનમાં જબરદસ્તીથી બેસાડી દીધી હતી. હજારોની સંખ્યામાં મજૂર સંગઠનની મહિલાઓ વિવિધ માંગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવી છે. જ્યાં મહિલાઓએ ડંકો વાગ્યો રે....ગીત સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. અને મજદૂર વિરોધી સરકાર મુર્દાબાદના સુત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારાઆજે રાષ્ટ્રવ્યાપી હડતાલના અનુસંધાને ભરૂચ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગુંજવી નાખ્યું હતું. ત્યાર બાદ કલેક્ટરને કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવિધ પડતર માંગણીઓ પુરી કરવાની માંગ કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી 100થી વધુ મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર બેઠી છે.