શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (09:33 IST)

ગુજકેટની પરીક્ષા - આજે રાજ્યના તમામ 33 જિલ્લાના 34 કેન્દ્ર પરથી 1.18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજ્યના તમામ 33 જિલ્લાના 34 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટની આ પરીક્ષા કુલ 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ આપશે. આ પરીક્ષા A-ગ્રુપના 48 હજાર, B-ગ્રુપના 68 હજાર 500, AB-ગ્રુપના 468 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડિંગના 5932 બ્લોકમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરી છે. જ્યારે કોરોના પોઝિટિવ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે નહીં. આ પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે અને સાંજે 4 કલાકે પૂર્ણ થશે. ગણિત, બાયોલોજી, કેમિસ્ટ્રી, અને ફિઝિકસ વિષયની પરીક્ષા યોજાશે. જ્યારે આ પરીક્ષાની વ્યવસ્થામાં અંદાજીત 10 હજારથી વધુ કર્મચારીઓ જોડાશે.