ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (15:27 IST)

24મીએ 1.27 લાખ વિદ્યાર્થી ગુજકેટ આપશે : પુરક પરીક્ષા યોજવામાં સંકટ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે હવે 24મીએ રાજ્યભરમા ગુજકેટ લેવાશે. બોર્ડે નવી હોલ ટીકિટો જાહેર કરી દીધી છે.જેથી વે નિશ્ચિત થઈ ગયુ છે ગુજકેટ લેવાશે.પરંતુ બીજી બાજુ 25મીથી શરૂ થતી ધો.10-12ની પુરક પરીક્ષા યોજાશે કે કેમ તે હજુ પ્રશ્ન છે. 24મીએ ગુજકેટ પહેલા 23મીએ ધો.12 સા.પ્ર.ના ઉ.બુનિયાદી પ્રવાહના વિદ્યાર્થીઓની પુરક છે અને 25મીથી રેગ્યુલર વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા છે.બોર્ડ દ્વારા ગુજકેટ માટે હોલ ટીકિટ ઈસ્યુ કરી દેવાઈ છે પરંતુ પુરક પરીક્ષા માટે હજુ હોલ ટીકિટ ઈસ્યુ ન થતા પરીક્ષા સપ્ટેમ્બર સુધી મોકુફ થાય તેવી શક્યતા છે. ધો.12 સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટ અંતે 24મીએ લેવાશે તે ફાઈનલ થઈ ગયુ છે. ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ 31મી માર્ચે ગુજકેટ લેવાનાર હતી પરંતુ કોરોનાને પગલે પરીક્ષા લઈ શકાઈ ન હતી અને મોકુફ કરવી પડયા બાદ 30મી જુલાઈએ લેવાનું નક્કી કરાયુ હતુ પરંતુ કોરોના કેસ વધતા અને કેન્દ્રની ગાઈડલાઈનના પગલે 22મી ઓગસ્ટે જાહેર કરાઈ હતી.પરંતુ 22મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીની રજા આવતા ફરી તારીખ બદલી 24મી ઓગસ્ટ કરાઈ છે. ગુજરાત બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓની નવી હોલ ટીકિટ ઈસ્યુ કરવામા આવી છે.અગાઉ માર્ચની પરીક્ષા સમયે જાહેર કરાયેલી હોલ ટીકિટો રદ કરવામા આવી છે.બોર્ડે રજિસ્ટ્રેશનની  બેથીત્રણ વાર તક આપતા ઘણા વિદ્યાર્થીઓ વધ્યા છે તેમજ કોરોનાને પગલે ઘણા વિદ્યાર્થી પોતાના વતનમાં જતા રહ્યા હોવાથી 4500 જેટલા વિદ્યાર્થીએ જિલ્લા પરીક્ષા કેન્દ્રો પણ બદલ્યા છે. જ્યારે 2700 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વધ્યા છે.મહત્વનું છે કે કોરોના વચ્ચે રાજ્ય બહારથી એક હજારથી વધુ વિદ્યાર્થી ગુજરાતમાં ગુજકેટ પરીક્ષા આપવશે. રાજ્ય બહારના અને વિવિધ બોર્ડના એક હજારથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે.24મીએ ત્રણ સેશનમાં ગુજકેટ લેવાશે અને જેના માટે કુલ નોંધાયેલા 1.27,240 વિદ્યાર્થીને પરીક્ષા રિસિપ્ટ આપવામા આવી છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન હોલ ટીકિટ ડાઉન લોડ કરી શકશે અને પરીક્ષા સમયે વિદ્યાર્થીએ ફરજીયાત આ હોલ ટીકિટ સાથે કોઈ પણ એક ફોટો આઈડી કાર્ડ લાવવાનું રહેશે. સ્કૂલો પણ ઈન્ડકેક્ષ નંબરથી પોતાના વિદ્યાર્થીના આઈકાર્ડ ડાઉનલોડ કરી શકશે અને વિદ્યાર્થી પોતાની રીતે પણ ડાઉનલોડ કરી શકશે.સ્કૂલના આચાર્યના સહી સિક્કા હોલ ટીકિટ પર  કરાવવાની જરૂર નથી.