શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ઑગસ્ટ 2018 (14:31 IST)

હાર્દિક પટેલના સમર્થકોને જીવજંતુઓએ દંશ દેતાં 108માં સારવાર લેવી પડી

હાર્દિક પટેલ ગઈ 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ઉપવાસના સમર્થનમાં ગ્રીનવુડ રિસોર્ટ સ્થિત તેના ઘરે રાજ્યના જુદાજુદા વિસ્તારોમાંથી પાટીદારો આવ્યા છે. જે પૈકીના 9 લોકોને જીવજંતુ કરડતાં ઈજા પહોંચી હતી. સમર્થકોને જીવડાં કરડતાં છત્રપતિ નિવાસે તાત્કાલિક 108ની સહાય લેવામાં આવી હતી અને સ્થળ પર જ સારવાર લીધી હતી. જીવડાં કરડ્યા તેમાં 2 મહિલા પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના સમર્થનમાં હાલ માત્ર 25 એક જ સમર્થકો તેની ઉપવાસ છાવણીમાં છે.હાર્દિકના સમર્થન કરી રહેલા સમર્થકોને જીવડા કરડતાં શરીરે ઈજાઓ પહોંચી હતી. જેને પગલે 108ને બોલાવીને ઈજાગ્રસ્ત થયેલા પીડિતોએ સ્થળ જ સારવાર લીધી હતી. હાર્દિકની સાથે રહેલા લોકોને બહાર જવા દેવામાં ન આવતા ઘરે જ સારવાર લેવી પડી હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્તો લગાવી રહ્યા છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ દરમિયાન ગઈકાલે તેનો મેડિકલ રિપોર્ટ આવ્યો હતો. તેમાં તેને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપવામાં આવી હતી અને જ્યુસ અને ફ્રૂટ લેવા કહેવાયું હતું. તેના આમરણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. ત્યારે હાર્દિક શારીરિક રીતે અશક્ત થયો છે અને ઊઠીને ચાલી પણ શકતો નથી. તે 25 ઓગસ્ટના 3 વાગ્યાથી ઉપવાસ પર ઉતર્યો છે.