1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (16:00 IST)

શું હાર્દિક લક્ષચંડી યજ્ઞમાં હાજર રહી શકશે?

ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણામાં પ્રવેશ કરવા માટે હાર્દિકે પરવાનગી માંગી છે. સરકાર તરફે આજે કોર્ટમાં એડિશનલ એફિડેવિટ રજૂ કરાઈ. હાર્દિક ના વકીલ તરફે જવાબ રજૂ કરવા કોર્ટે આગામી 19 તારીખ આપી છે. એટલે કે વધુ સુનાવણી હવે 19 તારીખે સરકારની એફીડેવીટ સામે હાર્દીક વતી રજુઆત કરવામાં આવશે. ઉમિયા ધામમાં હાર્દિક પટેલને લક્ષચંડી હવનમાં હાજરી આપવી છે. તેથી મહેસાણામાં પ્રવેશ બંધી પર રાહત માટે હાર્દિકએ કોર્ટમાં અરજી કરી છે. લક્ષચંડી હવનમાં હાજરી આપવા માટે હાર્દિકે 15 ડિસે.થી 24 ડિસે.સુધી હાજર રહેવા પરવાનગી માંગી હતી. 
મહેસાણા ખાતે ઉમિયા નગરમાં થનારા લક્ષ ચંડી યજ્ઞમાં હાજરી આપવા અને સમાજના ધાર્મિક પ્રસંગનો ભાગ બનવા માટે હાર્દિક પટેલે કોર્ટની પરવાનગી માંગી હતી. નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે મતલબની કોર્ટ છૂટ આપે તેવી માંગ કરી હતી. મહેસાણા ખાતે ઉમિયા નગરમાં થનારા લક્ષ ચંડી યજ્ઞમાં હાજરી આપવા અને સમાજના ધાર્મિક પ્રસંગનો ભાગ બનવા માટે હાર્દિક પટેલે કોર્ટની પરવાનગી માંગી હતી. નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે મતલબની કોર્ટ છૂટ આપે તેવી માંગ કરી હતી. હાર્દિક પટેલની અરજીનો અગાઉ રાજ્ય સરકારે વિરોધ નોધોવ્યો હતો હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું હતુ અને જણાવ્યુ હતુ કે હાર્દિકને મહેસાણામાં પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તેવો રાજ્ય સરકારે દાવો કર્યો છે. 
હાર્દિક પટેલ ધાર્મિક પ્રસંગના નામે રાજકીય લાભ ખાટવા માંગતો હોવાની સરકારે રજુઆત કરી છે. જે દિવસોમાં રાજ્ય અને દેશના રાજકીય અગ્રણી નેતાઓ યજ્ઞમાં હાજરી આપવાના છે એ જ સમયે હાર્દિક પટેલ પ્રસંગમાં હાજરી આપવાની માંગ કરી રહ્યો છે. લાખો લોકોની જ્યાં હાજરી થવાની છે ક્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અગાઉની શરતોમાં બદલાવ ન કરવામાં આવે તેવી રાજ્ય સરકાર ની રજૂઆત હતી. હાર્દિક પટેલની જામીનની શરતો પ્રમાણે તે મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ ન કરી શકે તે પ્રકારની કોર્ટે રોક મૂકી છે. કડવાં પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્રારા આગામી 18 થી 22 ડિસેમ્બર 2019 સુધી શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.