સંબંધિત સમાચાર
- પતિ-પત્નીના સંબંધને બગાડી શકે છે આ 5 શબ્દો, બોલતા પહેલાં બે વાર વિચારો
- માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને બનાવ્યા ઉમેદવાર
- Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026
- 10 જુલાઈનુ રાશિફળ - આજે શુક્રવારે આ 4 રાશીને થશે નાણાકીય લાભ, લક્ષ્મી મંદિરમાં જઈને કમળ ચઢાવો
- તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું? આ સંકેતોથી કરો ઓળખ
સુરતમાં પૂર બાદ એક્શન મોડ: હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ પરિવારોને તાત્કાલિક કેશડોલની ચૂકવણી
Harsh Sanghvi highleval meeting
સુરતમાં પૂરની ગંભીર સ્થિતિને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈલેવલ બેઠક યોજીને રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. પૂર અસરગ્રસ્તોને વહેલી તકે તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે સુરતનું સમગ્ર વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ગયું છે.
ડોર-ટુ-ડોર સર્વે અને કેશડોલની ચૂકવણી
પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 9100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ સર્વે અંતર્ગત 800થી વધુ પરિવારોને ₹6,800 લેખે કેશડોલ અને ઘરવખરીના નુકસાન પેટે તાત્કાલિક સહાય ચૂકવી દેવામાં આવી છે. બાકી રહી ગયેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ આજ રાત સુધીમાં સર્વેની કામગીરી આટોપીને સહાય પહોંચાડવામાં આવશે.
વેપારીઓ માટે વહીવટી મદદ અને નવી પોલિસીની જાહેરાત
રહેણાંક વિસ્તારોની સાથે શહેરના 58 જેટલા કોમર્શિયલ (વ્યાપારી) વિસ્તારોનો પણ સર્વે કરવામાં આવ્યો છે. પૂરના કારણે વેપારીઓને થયેલા આર્થિક નુકસાનના ઇન્સ્યોરન્સ ક્લેમની પ્રક્રિયા ઝડપથી પૂરી થાય તે માટે ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જો કોઈ વેપારી સર્વેક્ષણમાંથી વંચિત રહી ગયા હોય, તો તેઓ સીધો કલેક્ટર ઓફિસનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, વ્યાપારી નુકસાનમાં યોગ્ય વળતર મળી રહે તે માટે આગામી સમયમાં સરકાર દ્વારા એક વિશેષ પોલિસી પણ જાહેર કરવામાં આવશે.
વડોદરાની ટીમની મદદથી સુરતમાં મહા-સફાઈ અભિયાન
પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં રોગચાળો ન ફેલાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એક અઠવાડિયાનું વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના 4500 સફાઈ કર્મચારીઓની સાથે વડોદરાથી બોલાવાયેલા 1000થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે. આ ઉપરાંત, દુકાનો અને મકાનોના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા 50થી વધુ હાઈ-કેપેસિટી પંપ તૈનાત કરવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રીની ગ્રાઉન્ડ વિઝિટ અને સુરતીઓની હિંમતને સલામ
ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વરાછા વિસ્તારના પોદ્દાર આર્કેડ અને યશ પ્લાઝા કોમ્પ્લેક્સ જેવા વ્યાપારી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની મુશ્કેલીઓ પ્રત્યક્ષ સાંભળીને નુકસાનીનો ઝડપી સર્વે કરાવી યોગ્ય રાહત અપાવવાની ખાતરી આપી હતી. આ કપરી પરિસ્થિતિમાં સુરતના નાગરિકોએ જે હિંમત, ધૈર્ય અને એકતા દાખવી છે તેના વખાણ કરતા હર્ષ સંઘવીએ સુરતીઓને સલામ કરી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે સરકાર આ સંકટમાં તેમની સાથે અડીખમ ઊભી
છે.
છે.
हम सभी एक परिवार हैं। कठिन समय में एक-दूसरे का साथ ही हमारी सबसे बड़ी ताकत है। मुझे पूरा विश्वास है कि हम सब मिलकर हर चुनौती का सामना करेंगे और सूरत की अदम्य भावना को कभी कमज़ोर नहीं होने देंगे।
— Harsh Sanghavi (@sanghaviharsh) July 9, 2026
सरोली गाम pic.twitter.com/86ANjPZBcn
