1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2024 (11:12 IST)

ગુજરાતમાં જીવલેણ બની ગરમી- અમદાવાદમાં નોંધાયું 46.6 ડિગ્રી, આ શહેરોમાં ગરમીએ 24ના જીવ લીધા

Weather updates - રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમસીમા પર છે. ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વડોદરામાં 5 વ્યક્તિ અને સુરતમાં 19 લોકોનાં મોત નિપજ્યા છે.
 
અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે દિવસ રેડ અલર્ટની આગાહી વચ્ચે રેકોર્ડબ્રેક તાપમાન નોધાયુ છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે . વડોદરામાં 45 ડિગ્રી તો ડીસામાં 45.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન.  તો ડીસામાં 45.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. જ્યારે અમરેલીમાં 44.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો હતો.
 
આગાહી મુજબ આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,  સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર,  રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.