ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 4 ઑગસ્ટ 2019 (08:43 IST)

આગામી 48 કલાકમાં ગુજરાતમાં થશે ભારે મેઘ તાંડવ - જાણો ક્યાં થશે ભારે વરસાદ

ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ વચ્ચે આનંદ જિલ્લામાં 385 મિલીમીટર વરસાદ થઈ જ્યારે પૂરગ્રસ્ત શહરમાં સ્થિતિમાં સુધાર વચ્ચે શનિવારે રાત્રે 8 વાગ્યે આશરે સાઢા 3 ઈંચ (89મીમી) વરસાદ થવા અને હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
 
શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ થશે અને ત્રીજા દિવસે ખુબ ભારે વરસાદ અને ચોથા-પાંચમા દિવસે ઓછો વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે વડોદરામાં શનિવારે પણ શાળાઓ બંદ રાખી હતી. રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા સેવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી છે.
 
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં 6 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે.
 
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે.
15 દિવસ વરસાદી માહોલ રહેશે
 
સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. તેમજ 15 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.
 
4 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે અન્ય ભાગોમાં ભારે વર્ષા 
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.