રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (12:28 IST)

ગુજરાતના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદઃ સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન

વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયાં છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં બે જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આજે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 9 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 3 ઈંચથી વધુ વરસાદ અને કોડીનારમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગરના તળાજામાં 20 મિમિ અને ગીર સોમનાથના તાલાલા 10 મિમિ વરસાદ પડ્યો છે.ગઈકાલે રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં નોંધાયો હતો. ત્યારબાદ અમરેલીના બગસરામાં 33 મિમિ, ગીર સોમનાથના કોડીનારમાં 32 મિમિ, ગીર સોમનાથના વેરાવળમાં 12 મિમિ અને વલસાડના ધરમપુરમાં 10 મિમિ વરસાદ નોંધાયો હતો.બંગાળની ખાડીમાં તા. 4 ઓગસ્ટે લો-પ્રેશર સક્રિય થશે, તેની સાથે હાલમાં મોનસૂન ટ્રફ પણ નોર્મલ સ્થિતિમાં છે, જે આગામી બે દિવસોમાં દક્ષિણ બાજુ સરકીને મજબૂત બનશે. તેમજ હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર પૂર્વ--પશ્ચિમ પવનોનો કનર્વજન્સ  ઝોન 17 ડિગ્રી નોર્થ પાસે રહેલો છે, જે ઉત્તર તરફ ખસશે.જેની અસરોથી અરબસાગરમાં તેમજ પશ્ચિમી કિનારા આસપાસ દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે.