બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 10 જુલાઈ 2022 (23:26 IST)

ગુજરાત વરસાદ LIVE અપડેટ - અમદાવાદમાં ચાર ઈંચ વરસાદમાં આખુ શહેર થયુ જળમગ્ન, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે CM એ બોલાવી ઈમરજન્સી બેઠક

rain ahmedabad
- અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ
- શહેરના મોટા ભાગના વિસ્તરમાં વરસાદી માહોલ
- બોડકદેવ, જજીસ બંગલા, વસ્ત્રાપુરમાં વરસાદ
- શહેરના અનેક વિસ્તારમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા
- ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમાં પાણી ભરાયા છે. તો સર્વોદયનગરના મકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે. 
- ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમાં પાણી ભરાયા છે. તો સર્વોદયનગરના મકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે. 
rain
​અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોધપુર, સેટેલાઇટ, સરખેજ, ઇસ્કોન, એસજી હાઇવે, જુહાપુરા સહિતના વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, મણિનગર, કાંકરીયા, કોતરપુર, સરદારનગર, નોબલનગર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સિઝનનો સૌથી વધુ આજે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારમાં પાણી પાણી થયા છે.


11:23 PM, 10th Jul
અમદાવાદમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે UGVCLના વીજ કનેક્શનવાળા બોપલ સહિત કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ છે. શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો છે.


11:18 PM, 10th Jul
- શહેરમાં ચાલુ સિઝનનો 4.5 ઈંચ જેટલો વરસાદ થયો 
- અમદાવાદ પશ્ચિમમાં 6.10 ઈંચ, અમદાવાદ પૂર્વમાં 3 ઈંચ વરસાદ
- અમદાવાદના દક્ષીણ ઝોનમાં સરેરાશ 3.50 ઈંચ વરસાદ
- ઉત્તર ઝોનમાં 5.50 ઈંચ વરસાદ, મધ્યઝોનમાં 4.10 ઈંચ વરસાદ
- દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7 ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5.5 ઈંચ
- ટાગોર હોલ વિસ્તારમાં સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ 
- ઉસ્માનપુરામાં 8 ઈંચ, રાણીમાં 5 ઈંચ, બોડકદેવમાં 8 ઈંચ 
- સાયન્સ સીટીમાં 5 ઈંચ, ગોતામાં 6 ઈંચ વરસાદ નોંધાયો
- ચાંદલોડીયામાં 4 ઈંચ, સરખેજમાં 6 ઈંચ, જોધપુરમાં 7 ઈંચ 
- બોપલમાં 6 ઈંચ, સરખેજમાં 6 ઈંચ, મકતમપુરામાં 7 ઈંચ 
- ખમાસામાં 6 ઈંચ, વટવામાં 5 ઈંચ, મણીનગરમાં 4 ઈંચ