ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 જુલાઈ 2022 (12:00 IST)

સાપુતારા નજીક બસનું ટાયર ફાટતાં બસ ખીણમાં પડી, બે મહિલાઓના મોત

ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા પાસે મુસાફરોને લઈને જતી બસ ખીણમાં પડતાં બે મહિલા મુસાફરોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા જ્યારે 50 મુસાફરોને બચાવી લેવાયા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
 
પોલીસે જણાવ્યું કે બસ સાપુતારાથી વઘઈ જઈ રહી હતી ત્યારે માલેગાંવ નજીક ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
આ ઘટના અંગે વધુ વિગતો આપતાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના સાપુતારા નજીક 50 થી વધુ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી હતી. બે મહિલા મુસાફરોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ટાયર ફાટવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.