શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 જુલાઈ 2022 (11:01 IST)

ગુજરાત વરસાદ LIVE અપડેટ- માણાવદરમાં 24 ઇંચ વરસાદ અને સૌથી ઓછો કેશોદમાં માત્ર 10 ઇંચ

rain in valsad
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીની ચોમાસાની સિઝન દરમ્યાન સોરઠ પંથકમાં સાર્વત્રીક વરસાદ સાથે મેઘરાજાની મહેર વિસાવદરમાં કુલ 21 અને જૂનાગઢમાં 20 ઇંચ  વરસાદ 
 
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ માણાવદર પંથકમાં કુલ 24 ઇંચ થઈ ગયો છે. જ્યારે સૌથી ઓછો કેશોદમાં માત્ર દસ ઇંચ વરસાદ થયો છે. તો વિસાવદર અને જૂનાગઢમાં સિઝનનો 20 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે.

શનિવારે સવારના સમયે સૂર્યપ્રકાશ સાથે ઉઘાડ નિકળ્યા બાદ બપોરે એકના સુમારે આકાશ ફરી વાદળછાયુ થવાની સાથે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરુઆત થઈ હતી.જોધપુર,સેટેલાઈટ ઉપરાંત સરખેજ,ઉસ્માનપુરા તેમજ એસ.જી.હાઈવે સહિતના વિસ્તારમાં બપોરના સમયે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.આનંદનગર,પ્રહલાદનગર,આશ્રમરોડ,વાડજ તેમજ મણિનગર,કાંકરિયા અને વટવા સહિતના વિસ્તારમાં વરસતા વરસાદથી લોકોને શુક્રવારે બપોરના સમયે વરસેલા ભારે વરસાદની યાદ તાજી થઈ હતી.
 
શનિવારે બપોરના બારથી ચાર સુધીના ચાર કલાકમાં જોધપુર વિસ્તારમાં ૩૫ મિલીમીટર, સરખેજમાં ૨૫ મિલીમીટર વરસાદ વરસ્યો હતો