રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 8 જુલાઈ 2022 (11:31 IST)

ગુજરાત વરસાદ અપડેટ - રાજ્યના 187 તાલુકામાં વરસાદ, કચ્છ 24 કલાકમા પડેલ વરસાદના આંકડા

rain
અમદાવાદ શહેરમાં વરસાદના નામે ફક્ત છાંટા પડી રહ્યા છે. હજુ જોઇએ તેટલો વરસાદી માહોલ જામ્યો નથી. શહેરીજનો વરસાદની રાહ જોઇ રહ્યા છે તેવામાં ફક્ત 1૦ મિ.મી.સુધીનો પડતો વરસાદ ફક્ત રોડ પલાળી રહ્યો છે. પરંતુ લોકોને બાફ, ગરમીથી રાહત આપી રહ્યા નથી.
 
હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ સંબંધે ડિઝાસ્ટર પ્રીપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી.
 
- રાજ્યના 187 તાલુકામાં વરસાદ
- દ્વારકાના કલ્યાણપુરમાં  સૌથી વધુ વરસાદ
- કલ્યાણપુરમાં 16 કલાકમાં 6 ઇંચ વરસાદ
- કડાણામાં 4 ઇંચ વરસાદ
- દ્વારકામાં 4 ઇંચ ઇંચ વરસાદ
- રાણાવાવમાં 4 ઇંચ ઇંચ વરસાદ
- ફતેપુરામાં 3 ઇંચ ઇંચ વરસાદ
- જૂનાગઢમાંસીટી 3 ઇંચ ઇંચ વરસાદ
- જૂનાગઢ ગ્રામ્યમાં 3 ઇંચ ઇંચ વરસાદ
- કુતિયાણામાં 3 ઇંચ ઇંચ વરસાદ
10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ થતાં એક ડેમમાં હાઈએલર્ટ, એક ડેમમાં એલર્ટ અને એક ડેમમાં ચેતવણી આપવામાં આવી છે. 

છેલ્લા 24 કલાકમા પડેલ વરસાદના આંકડા
 
અંજાર-45MM
 
અબડાસા-49MM
 
ગાંધીધામ-15MM
 
નખત્રાણા-69MM
 
ભુજ-110MM
 
મુન્દ્રા 92MM
 
માંડવી 114MM
 
રાપર-08MM
 
લખપત-79MM