શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (08:37 IST)

Gujarat Rain Updates - રાજ્યમાં સૌથી ઓછો વરસાદ, 36%ની ઘટ; આગામી 7 દિવસ રાજ્યમાં સારા વરસાદની શક્યતા પણ નથી

રાજ્યમાં અત્યાર સુધી 35.66% વરસાદ થયો છે. ગત વર્ષે 2 ઑગસ્ટ સુધી રાજ્યમાં 42.90% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 7.24% ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 36%ની ઘટ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે.

11 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. 2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ 7 ઇંચ થયો છે.ગુજરાતનાં 207 જળાશયોમાંથી માત્ર 4 જળાશય 100% ભરેલાં છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.26% છે. સરદાર સરોવર ડેમમાં 46.52% છે. ઉત્તર ગુજરાતમાં 24.50%, મધ્યમાં 42.90%, દક્ષિણમાં 57.08%, કચ્છમાં 23.82%, સૌરાષ્ટ્રમાં 41.07% પાણીનો સંગ્રહ છે. 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 94 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.