ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ઑગસ્ટ 2021 (20:39 IST)

Bullet Train પ્રોજેક્ટને મળ્યો વેગ, તૈયાર થઈ રહ્યા છે 4 માળની બિલ્ડિંગ જેટલા ઊંચા થાંભલા, જાણો ક્યા સુધી ચાલુ થશે ટ્રેન

મુંબઈ Bullet Train Project. બુલેટ ટ્રેનનો સપનુ જલ્દી સાકાર થવાનુ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ બુલેટ ટ્રેન ચલાવવઆ માટે રેલ માર્ગનુ માળખુ તૈયાર કરી લીધુ છે.  ઉલ્લેખનીય છે કે NHSRCL જ મુંબઈ-અમદાવાદની વચ્ચે હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટને પુરો કરી રહ્યા છે, જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે. 
 
બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ 
 
NHSRCL નુ કહેવુ છ એકે  તેમણે ગુજરઆતના વાપી જીલ્લા પાસે પહેલો પુર્ણ ઓંચાઈવાળો સ્તંભ બનાવીને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર તેના નિર્માણમાં એક મહત્વપૂર્ણ પગલુ ઉઠાવ્યુ છે. કે NHSRCL ની પ્રવક્તા સુષમા ગોરએ હ્યુ કે કે NHSRCL  એ મુંબઈ-અમદાવાદ હાઈ સપીડ રેલ કોરીડોર પર ગુજરાતના વાપી પાસે ચેનેજ 167 પર પહેલુ પુર્ણ ઊંચો થાંભલો બનાવીને પોતાના નિર્માણ કાર્યમાં મહત્વપૂર્ણ પગલુ ઉઠાવ્યુ છે. 
 
કોરોના સહિત અનેક પડકારો 
 
આ ટ્રેનના માર્ગ પર 12 સ્ટેશન જ્યાં આ રોકાશે, તેમાં મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ કોરિડોરના સ્તંભોની સરેરાશ ઊંચાઈ આશરે 12-15 મીટર છે અને આ થાંભલાની ઊચાઈ 13.05 મીટર છે, જે એક ચાર માળનીબિલ્ડિંગ જેટલી છે. NHSRCL ના પ્રવક્તાએ જણાવ્યુ કે આ નિર્માણમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન મજૂરોની તીવ્ર અછત હોવા છતાં આ બાંધકામ પૂર્ણ થયું છે.  આ સમયગાળા દરમિયાન લોજિસ્ટિક્સ અને મોનસૂનના પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. આવનારા કેટલાક મહિનાઓમાં આવા ઘણા બીજા સ્તંભો બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે. જેનાથી દેશનું પ્રથમ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો રસ્તો તૈયાર થશે. .
 
 2023 સુધી મેટ્રો ચાલુ નહી થાય 
 
જો કે, દેશમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે તે એક મુદ્દો બની ગયો છે, જેના વિશે પ્રશ્નો પૂછાવવા શરૂ થવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું હાલ ભારતીય રેલવે એ દરેક પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે મોદી સરકારની મેગા યોજનાનો ભાગ છે. જેમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. જોકે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનેક  કારણોસર 2023 સુધી ચાલશે નહીં. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની ધીમી ગતિને કારણે પ્રોજેક્ટ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
 
ઉલ્લેખનીય છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેએ 14 સપ્ટેમ્બર, 2017 ના રોજ 1.08 લાખ કરોડ રૂપિયાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. બુલેટ ટ્રેન 320 કિમીની ઝડપે દોડશે અને મુંબઈ-અમદાવાદનું 508 કિમીનું અંતર લગભગ 2 કલાકમાં પૂરું કરશે. હાલમાં, આ બે શહેરો વચ્ચે ચાલતી ટ્રેનો લગભગ 7-8 કલાક લે છે, જ્યારે ફ્લાઇટ 1 કલાક લે છે.