શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (14:02 IST)

કચ્છ-ભૂજ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ મગરે દેખા દીધા

કચ્છ-ભૂજ જિલ્લામાં મેઘમહેર બાદ ચોતરફ હરિયાળી છવાઇ ગઇ છે તો બીજી તરફ વન્યજીવો બહાર નિકળી રહ્યા છે. બુધવારે એક જ દિવસમાં વિવિધ વિસ્તારોમાં ચાર જગ્યાએ મગરે દેખા દીધી હતા, જો કે તેમાંથી ત્રણ સ્થળે વનવિભાગે ગણતરીના કલાકોમાં તેને પકડી અને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યા હતા. 
 
નખત્રાણાના ભડલી ગામે મફતનગરમાં આવેલી ટાંકીમાં ચાર ફૂટ લાંબા આ મગર પડી ગયો હતો.  આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને મગરને રેસ્ક્યુ કરાયો હતો અને ભૂખી ડેમમાં છોડી મુકવામાં આવ્યો હતો.
 
માંડવી તાલુકાના ગઢશીશામાં વહેલી સવારે ત્રણથી ચાર ફૂટ લાંબો નર મગર જોવા મળ્યો હતો. મગર દેખાતા આસપાસના લોકોએ સરપંચને જાણ કરી હતી,તેમને વનવિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચીને પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં તેને ચિત્રોડ ડેમમાં છોડવામાં આવ્યો હતો.
 
ભુજ તાલુકાના ભુજોડી ગામે દાડમની વાડીમાં મગરનું બચ્ચુ દેખાયું હતું. વાડી માલિક સહિતનાએ વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગ સ્ટાફ દ્વારા મગરના બચ્ચાનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામા આવ્યું હતું.