ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 જુલાઈ 2018 (11:27 IST)

ડાંગ જીલ્લામાં 9 ઈંચ વરસાદ, અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ

ગુજરાતમાં વરસાદે કેટલક વિસ્તરોમાં વિરામ લીધો છે તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસી રહ્યો છે. ગઈકાલે શરૂ થયેલ વરસાદ ડાંગ જીલ્લામાં લગભગ 9 ઈંચ જેટલો વરસતા સમગ્ર જીલ્લામાં પાણી જ પાણી થઈ ગયુ છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે પણ ડાંગની અંબિકા નદીમાં  ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. 
 
ડાંગ જિલ્લાના સોનગઢમાં 8 ઈંચ, વાલોડમાં 1 ઈંચ, ડોલવણમાં 3 ઈંચ, વ્યારામાં 3 ઈંચ સહિત સમગ્ર જગ્યાએ ધોરમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના ધોધ વહેતા થયા હતાં.