રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 5 જુલાઈ 2024 (09:20 IST)

આજે રાજ્યનાં 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Heavy rains in Gujarat
Heavy rains in Gujarat




 
 
આજે પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી કરવામાં આવી છે.  જેમાં તાપી, વલસાડ, નવસારી, સુરત, નર્મદા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાયનાં રાજ્યનાં 24 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હેવ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું છે. કડી, જોટાણા, તેમજ સાબરકાંઠા, દાંતા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કડીમાં સવા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. જ્યારે દાંતામાં સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતામાં ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો.દાંતાની હોસ્પિટલમાં પાણી ઘૂસી જતાં દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
Heavy rains in Gujarat
Heavy rains in Gujarat

ગ્રામજનો તેમજ સેવાભાવી આગેવાનોની મદદથી દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતા. આખી હોસ્પીટલમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી ખુબ હાલાકી પડી હતી.દાંતાની હોસ્પિટલની અંદર તેમજ હોસ્પિટલની બહાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હોસ્પિટલની બહાર ઘૂટણસમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી સવારે સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો લોકોની મદદ કરવા પહોંચી ગયા હતા. અંબાજી અને હડાદ પંથકમા પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેલ થઈ છે. દાતા, વડગામ, પાલનપુર બાદ અમીરગઢ પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. અમીરગઢ પંથકમાં સારા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા.સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ગાજવીજ સાથે રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઈડરમાં પોણા 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અન્ય તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
Heavy rains in Gujarat
Heavy rains in Gujarat


સાબરકાંઠામાં ગત રાત્રીએ વરસેલા વરસાદને લઈ નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા. હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ- ઉદેયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકો પરેશાન થયાં હતા.રાજ્યમાં સિઝનનો એવરેજ 20 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં એવરેજ 29 ટકાથી વધુ, કચ્છમાં એવરેજ 25 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 20 ટકાથી વધુઉત્તર ગુજરાતમાં 13 ટકાથી વધુ તેમજ મધ્ય ગુજરાતમાં એવરેજ 12 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.