મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (00:08 IST)

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી ઘોડાપૂર, ચોવીસ કલાકના વરસાદથી વિકટ થઈ પરિસ્થિતિ (જુઓ વીડિયો)

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો.


આ પછી જામનગરના કાલાવડમાં 10 ઇંચ, રાજકોટના લોધિકામાં 7.5 ઇંચ, રાજકોટ શહેરમાં 7 ઇંચ, ધોરાજીમાં 7 ઇંચ, કોટડાસાંગાણીમાં 4.5 ઇંચ, ગોડલમાં 4.2 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4 ઇંચ, જૂનાગઢ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. 
blockquote class="twitter-tweet">

Rajkot Heavy rain: Megharaja’s blessings turned into disaster, heavy rains wreak havoc in Rajkot https://t.co/N5YtfTQXUF

— Mahesh Darji (@_mahesh_darji) September 13, 2021
 
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર બેટિંગ કરી પીવાના અને ખેતીના પાણીનું ચિત્ર પલટાવી નાખ્યું છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે રાજ્યના કેટલાક ભાગોમાં વિકટ સ્થિતિ સર્જાઈ છે તેને સોશિયલ મીડિયા ટ્વિટરના વીડિયોમાં જુઓ (વીડિયો સાભાર - ટ્વિટર) 



આજે રાજ્યના 161 તાલુકામાં વરસાદ
રાજકોટના લોધિકામાં આભ ફાટ્યું
લોધિકામાં સવારે 6 થી સાંજે 6 સુધી 21 ઈંચ
વિસાવદરમાં 15 ઈંચ  
જામનગરના કાલાવડમાં 15 ઈંચ  
રાજકોટમાં તોફાની 13 ઈંચ  
રાજકોટમાં અનેક ઘરમાં પાણી ઘૂસ્યા
ધોરાજી, કોટડા સાંગાણીમાં 8 ઈંચ
રાજકોટના પડધરી, ગોંડલમાં 7 ઈંચ વરસાદ