મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જાન્યુઆરી 2021 (19:49 IST)

હીના શોખીન છે: ચીનના MI ફોનના લીધે સગાઇમાં હોબાળો, વાયરલ થયો આ ઓડિયો

ગત ત્રણ દિવસોથી સોશિયલ મીડિયાની દુનિયામાં હિના અને એમઆઇનો ફોન ટ્રેંડ કરી રહ્યા છે. જેને લઇને ઘણા મીમ અને જોક્સ સામે આવ્યા છે. તેને લઇને એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં લગભગ બે લોકોની વાતચીત ચાલી રહી છે. જેમાં લાગી રહ્યું છે કે છોકરાએ છોકરીને ભેટના રૂપમાં એક મોબાઇલ ફોન આપ્યો હતો. પરંતુ તે ફોન એમઆઇ કંપનીનો છે, એટલા માટે આ ઓડિયો ક્લિપથી લાગે છે કે સગાઇ તૂટી ગઇ. જોકે અમે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતા નથી. 
 
હીના નામની યુવતી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ ગઈ છે. હીના નામની યુવતીની આઈફોનની માંગણી પર તેની બહેન અને સાસરી પક્ષના લોકો સાથે થયેલી ચર્ચાની લોકો મજાક ઉડાવી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયો છે. પરંતુ હીનાના જબરા શોખનો ઓડિયા વાયરલ થતા જ તેના મીમ્સ ફરતા થયા છે. જેમાં હીનાનો શોખ હાસ્યનું પાત્ર બન્યો છે. 
 
મીમ્સમાં લોકો કહી રહ્યાં છે, એમઆઈએ ઘર તોડાવ્યું. લોકો હીનાની ડિમાન્ડ અને અને હીનાની બહેનની વાતો સાંભળીને પેક પકડીને હસી રહ્યાં છે. 
 
તમને જણાવી દઇએ કે ઓડિયો વાર્તાલાપથી એવું લાગે છે કે છોકરીએ પોતાના થનાર પતિને એમઆઇનો ફોન ભેટમાં આપ્યો છે. જેના લીધે બંનેની સગાઇ તૂટી ગઇ. છોકરીના ઘરવાળા છોકરાના ઘરવાળા પાસે અપેક્ષા રાખે છે કે તે ભેટમાં આઇફોન અથવા અન્ય કંપનીનો ફોન આપી દે. આ ઓડિયો ક્લિપમાં અપ્રત્યક્ષ રૂપથે છોકરીની બહેન આઇફોનનો ઉલ્લેખ કરે છે.