મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 જુલાઈ 2020 (16:10 IST)

25 વર્ષથી જૂનાં મકાનોના રિડેવલપમેન્ટ માટે મંજુરી

જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનલ (જીડીસીઆર) 2017માં સુધારો કરી રાજય શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગે ગીર વિસ્તારોમાં ખખડી ગયેલી ઈમારતોના રિડેવલપમેન્ટ માટે મંજુરી આપવા નિર્ણય કર્યો છે. 2017ના નિયમો મુજબ રિડેવલપમેન્ટ માટે મંજુરી આપી શકાતી નહોતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય શહેરોમાં હજારો ઈમારતો પડવાના વાંકે ઉભી છે. નિયમમાં બદલાવની આવી ઈમારતોના નવ નિર્માણનો માર્ગ મોકળો થશે. ર્જીણશીર્ણ આવાસી ઈમારતોના રિડેવલપમેન્ટ માયે જીડીસીઆરમાં ફેરફાર કરાયા સાથે કેટલીક શરતો નકકી કરવામાં આવી છે. 20 જને જારી નવા જીઆર કહે છે કે જીડીસીઆર 2017 નીચે હાલના રહેણાંક મકાનોના રિડેવલપમેન્ટ માટે મંજુરી નથી એવા ડીડબલ્યુ 3 ટાઈપની ઈમારતોને નવો નિયત લાગુ પડશે. જીઆરમાં લાયકાત-પાત્રતાના ધોરણે પણ નકકી કરાયા છે. રિડેવલપમેન્ટની અરજીની તારીખે જે ઈમારતો 25 વર્ષથી જૂની હોઈ અથવા સક્ષમ સતાતંત્ર દ્વારા ખખડી ગયેલી જાહેર થઈ હોઈ તેવી ઈમારતોને રિડેવલપમેન્ટ માટે મંજુરી અપાશે. મ્યુનીસીપલ કોર્પોરેશનની સમીતી અથવા અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અથવા ટાઉન પ્લાનીંગ અધિકારીઓ અને અન્ય સક્ષમ સતાવાળાઓ દ્વારા ર્જીણશીર્ણ જાહેર કરાયેલી આવાસીય ખરાબો રિડેવલપેમન્ટ માટે પાત્ર રહેશે. નવી નીતિ મુજબ 40 ચોરસ મીટરથી નીચેના રહેણાંક મકાનને 40 ચોરસ મીટરના રહેણાંક મકાન તરીકે રિડેવલપ કરી શકાશે. પરંતુ 40 ચોરસ મીટરથી વધુ કાર્પેટ વિસ્તાર હોય તો હાલના કાર્પેટ એરીયા સુધી રિડેવલપ કરી શકાશે. વ્યક્તિગત મકાનોની મહતમ સંખ્યા હાલના અધિકૃત મકાનોની સંખ્યા કરતાં વધવી જોઈએ નહીં. એથી વધુ એફએસઆઈ માટે જંત્રીદરની ખુલ્લી જમીનના 40% દર વસુલ કરવામાં આવશે. નવી નીતી મુજબ પાર્કીંગ નિયંત્રણો હળવા કરાશે પણ આગ અને માળખાની સલામતીના નિયમોનું પાલન કરવું પડશે. મૂળ માલિકો રિડેવલપમેન્ટ મકાનનું પાંચ વર્ષ વેચાણ થઈ શકશે નહીં. નવી નીતિના કારણે મોટા શહેરોના જૂના વિસ્તારોમાં નવી બાંધકામ પ્રવૃતિને વેગ મળશે.