સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (08:51 IST)

Crime News - અમદાવાદમાં પરપુરૂષ સાથે આડાસંબંધની શંકાએ પતિ તિક્ષ્ણ હથિયારથી પત્નીની હત્યા કરી ફરાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવ સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં પત્નીના અન્ય પુરૂષ સાથે સબંધ હોવાની શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી છે. પત્નીની જાંઘમાં ઉપરાછાપરી વાર કરીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ ગયો હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સિલાઈ કામ કરતાં પતિ આમિર અને સિમરનના થોડા વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. આમિર સિલાઈ મશીનનું કામ કરે છે અને રાજીખુશીથી બંને જીવન ગુજારી રહ્યા હતા. દરમિયાન લગ્નના થોડા સમય બાદ આમિરને તેની પત્નીનું કોઇની સાથે અફેર હોવાની શંકા હતી. જેને લઈને બંને વચ્ચે અનેક વખત ઝઘડા થતાં હતાં. જે કારણથી આમિર તેનું મકાન બદલીને તેની પત્ની સાથે શાહઆલમ વિસ્તારમાં રહેવા આવ્યો હતો. તેમ છતાં તેનો શક દૂર ના થતાં વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હતાં.આજે રવિવારે પતિ-પત્ની વચ્ચે આજ વાતને લઈને તકરાર થઈ હતી. જે વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આમિરે તેના ઘરનો દરવાજો અંદરથી સ્ટોપર બંધને તિક્ષ્ણ હથિયાર વડે તેની પત્નીના જાંઘના ભાગે માર મારી હત્યા કરી હતી. હત્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે પહેલા તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે આરોપી પતિને શોધવા તજવીજ હાથ ધરી છે.