1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (14:54 IST)

ગુજરાતમાં નવા જંત્રી દર લાગુ થવાથી ગ્રાહકો અને બિલ્ડરોને અસર, રાજકોટમાં એક હજાર સોદા રદ

રાજ્યમાં નવા જંત્રીદર લાગુ કરવાના મુદ્દે નવા જંત્રી દરથી રાજકોટમાં 1 હજારથી વધુ સોદા રદ થયા છે. તેમજ દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ અનેક ગણું ઘટ્યું છે. જેમાં બિલ્ડર અને ગ્રાહકો બંનેને અસર થઈ રહી છે. તથા નવી પ્રોપર્ટી ખરીદનારના હાલ અનેક સોદા અટક્યા છે. જિલ્લા રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજ પ્રકિયા ઘટી છે. રાજકોટ શહેરમાં નવા જંત્રીદર લાગુ કરવાના મામલે નવા જંત્રી દરના કારણે 1 હજારથી વધુ સોદા રદ કરવામાં આવ્યા છે. તેમજ નવા જંત્રી દર મુજબ દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ પહેલાંની સરખામણીએ અનેક ગણું ઘટ્યું છે. ગુજરાતમાં મિલકતોની જંત્રીમાં રાજય સરકારે રાતોરાત નિયમોના આધારે 100 ટકાના વધારાથી મિલ્કત ધારકોથી માંડીને બિલ્ડર લોબીમાં સાવ સોપો પડી જ ગયો છે. નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ નોંધણી ફરજીયાત હોવાથી રાજકોટ સહીત રાજયભરની સબ રજીસ્ટ્રાર કચેરીઓએ અંધાધુંધીનો માહોલ સર્જાયો હતો અને અનેક વિવિધ પ્રકારના વિવાદો ઉભા થયા હતા. ગત શુક્રવારે જ સ્ટેમ્પ પેપર મેળવીને એપોઈન્ટમેન્ટ મેળવી લીધેલા ગ્રાહકોનાં દસ્તાવેજ જેવા મુદ્દાઓ પર વ્યાપક વિવાદ સર્જાયો હતો.

ગુજરાતમાં 2011થી નહી બદલાયેલા જંત્રી દરમાં રાજય સરકારે એકાએક 100 ટકાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો હતો.સમગ્ર રીયલ એસ્ટેટ માર્કેટમાં મોટો ખળભળાટ સર્જાયો હતો એક ઝાટકે જંત્રી દર ડબલ કરી દેવા સામે બિલ્ડરોએ નારાજગી દર્શાવવાની સાથે તબક્કાવાર 5.25 ટકાનો વધારો કરવાનું સુચવાયૂં હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડીને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી. રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં સુત્રોએ કહ્યું કે જંત્રીદર વધારો રાતોરાત લાગુ કરી દેવામાં આવ્યો હોવાથી અંધાધુંધીનો માહોલ સર્જાયો હતો.