સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (10:33 IST)

રાજ્ય સરકારે શિક્ષકોને આપી ભેટ, હવે આ શિક્ષકોને મળશે ઉચ્ચ પગારનો લાભ

રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે રાજ્ય સરકારે સારા સમાચાર  આપ્યા છે. જેને લઇને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે હવે ત્રિપલ સી કે ત્રિપલ સી પ્લસ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપવામાં આવશે. 
 
સરકારની આ જાહેરાતનો લાભ 1-7-2016થી 31-12-2020 દરમિયાન ત્રિપલ સી કે ત્રિપલ સી પ્લસ પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12- 2020 પછી જેણે CCC, CCC+ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરી હશે તો કર્યું હશે તેને સમય પ્રમાણે લાભ અપાશે. બિનશૈક્ષણિક સ્ટાફને પણ ઉચ્ચ પગારનો લાભ મળશે.
 
જોકે જે શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા 31 -12 -2020 પછી પાસ કરશે તો જે તારીખ કે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.