મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 ઑગસ્ટ 2020 (13:40 IST)

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આ આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ વોર્ડ સિવાયની કામગીરી સોપાશે

રાજયમા પ્રવર્તી રહેલ કોરોના વાયરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૭ અન્વયે રાજયમાં ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- ૨૦૨૦ અમલમા છે.કોરોનાની કામગરી માટે જજૂમી રહેલી મહિલા કોરોના વોરિયર્સ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તદઅનુસાર સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ વોર્ડ સિવાયની કામગીરી સોપાશે.
 
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કેન્દ્ર સરકાર ધ્વારા COVID-19ની કામગીરી સંદર્ભે તા.૧૮/૬ /૨૦૨૦ની "Advisory for Managing Health Care workers working in covid and Non covid areas of the Hospital " ની ગાઈડલાઈન મુજબ આરોગ્ય કર્મીઓને અનુસરવાની બાબતના સબ - પેરા માં જે સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યેકર્મીઓ તેઓની સ્વાસ્થય વિષયક જાણકારી હોસ્પિટલ ઓથોરિટીને કર્યા બાદ આવી સગર્ભા તથા સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડની કામગીરી સિવાયની કામગીરી આપવા સુચન કરાયુ છે. જેને ધ્યાને લેતાં સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થય તથા ધાત્રી માતાઓ તથા તેઓના નવજાત શીશુની સ્વાસ્થય સંબંધીત કાળજી લેવા અંગે આગમચેતી રૂપ પગલાં લેવા અંગે રાજય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
 
આ પરિપ્રેક્ષ્યમાં કોવિડ હોસ્પિટલોમાં કામગીરી બજાવતી અને સગર્ભા/ધાત્રી માતાઓને કોરોના સંક્રમિત દર્દીઓના સીધા સંપર્કમાં ન આવવું પડે તે હેતુથી તથા સગર્ભા માતા અને તેના ગર્ભસ્થ શીશુનું સ્વાસ્થય જળવાય તેમજ ધાત્રી માતાઓ થકી નાના બાળકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી દરેક ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલે ડેડીકેટેડ કોવીડ હેલ્થ કેર સેન્ટર કોવીડ કેર સેન્ટરના પ્રશાશને સગર્ભા માતાઓ/ સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડ- વોર્ડ સિવાયની કામગીરી સોંપવાની વ્યવસ્થા કરવાની રહેશે.