રાજ્ય સરકાર સંચાલિત ટોલનાકા પર રોકડમાં જ ટોલ ભરવા દબાણ કરાય છે

pay toll
Last Modified શુક્રવાર, 24 જુલાઈ 2020 (14:22 IST)

રાજ્ય સરકાર સંચાલિત ટોલનાકા પર ટોલ ટેક્સ વસૂલવા ફાસ્ટેગનો અમલીકરણ શરૂ થઈ શકતું નથી. જ્યારે ઓનલાઇન પેમેન્ટ પર આખો દેશ કાર્ય કરી રહ્યો છે ત્યારે આ ટોલનાકા પર રોકડમાં જ ટોલ ટેક્સ ભરવા દબાણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની બેવડી નીતિને પગલે આ ટોલનાકા પર કંપની દ્વારા ડિસ્કાઉન્ટવાળા પોતાના ફાસ્ટેગ જેવા સ્ટિકરો શરૂ કરાયા છે. જે માત્ર કંપનીની બસ અને નાના કોમર્શિયલ વાહનો માટે ઉપયોગી થાય છે. જ્યારે 1300 રૂપિયા જેવી માતબર રકમનો ટેક્સ ચૂકવનાર થ્રી એક્સલ ટેન્કર માટે રોકડમાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. વડોદરાથી હાલોલ અને આગળ ગોધરા પાસે રાજ્ય સરકારના ટોલ બૂથ પર ટોલ ચૂકવવાનો હોય છે. જેના પરથી રોજ ટ્રક અને ટેન્કર મળી 10 હજાર વાહનો
પસાર થાય છે. હાલોલ ટોલ બૂથના મેનેજર શૈલેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે ફાસ્ટેગના પૈસા કેન્દ્ર સરકારના ખાતામાં જમા થાય છે. તેમાંથી રાજ્ય સરકારને પૈસા આપવાના નીતિ વિષયક નિર્ણયનો ઉકેલ આવ્યો નથી. જેથી ફાસ્ટેગ શરૂ થઈ શક્યા નથી. જ્યારે કાર્ડ સ્વાઈપ કરવાનું મશીન કેન્દ્ર સરકારના ટોલ બૂથ પર ફ્રી આપ્યું છે. અમારે બેંકને ચાર્જ ચૂકવવો પડે છે.


આ પણ વાંચો :