ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જુલાઈ 2020 (15:26 IST)

રાજ્ય સરકારે જાહેર કરી અનલોક-3ની ગાઈડલાઈન

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ  નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક માં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રી એ રાજ્યમાં 1 ઓગસ્ટ થી રાત્રી ક્રફ્યુમાંથી  સંપૂર્ણપણે  મુક્તિ આપવાની જાહેરાત કરી છે.રાજ્યમાં દુકાનો  8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.કેન્દ્ર સરકાર ની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટ થી ખોલી  શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી શ્રી કૌશિક ભાઈ પટેલ, મંત્રી સૌરભ ભાઈ પટેલ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા  મુખ્ય સચિવ અનિલ મુકીમ ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા.