મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (11:26 IST)

અમદાવાદમાં લગ્નની લાલચ આપી પાડોશી યુવકે 12 વર્ષની સગીરાને વાસનાનો શિકાર બનાવી

rape case
અમદાવાદના સરખેજમાં 12 વર્ષની સગીરાને એક પાડોશી યુવકે વાસનાનો શિકાર બનાવી હતી. લગ્ન કરવાનું કહી આ યુવકે સગીરાને અજાણ્યા મકાનમાં લઈ જઈ પતિ પત્ની તરીકે રહેવાનું કહી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત સગીરાના પરિવારને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી તેના સંબંધીના ઘરે રહે છે, ત્યાં નજીકમાં એક સગીરા રહેતી હતી. આ સગીરા સાથે સંપર્કમાં આવતા પ્રેમભરી વાતો કરી આરોપીએ તેને ફોસલાવી અને બાદમાં રણછોડપુરા ગામમાં બોલાવી હતી. ત્યાં લગ્નની લાલચ આપી પતિ-પત્ની તરીકે રહીશું તેવા વાયદા કરી આરોપીએ પતિ-પત્નીની જેમ સંબંધ બાંધવા સગીરાને કહ્યું હતું. સગીરાએ ના પાડી છતાં આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો.

આરોપીને સગીરાના પરિવારજનો સંબંધ ન રાખવા કહેતા આરોપીએ બબાલ કરી હતી. સગીરાના પરિવારજનોની મનાઈ હોવા છતાં સગીરાને ફોન આપી આરોપી પ્રેમભરી વાતો કરતો હતો અને સગીરાને ફોસલાવી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. આખરે ભાંડો ફૂટતા જ સગીરાના પરિવારે સરખેજમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ કિસ્સો સમાજમાં લાલબત્તી સમાન છે. કારણ કે બાળકોનું ટેકનોલોજીના યુગમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે. બાળકો ટેક્નોલોજી સાથે સાથે આવા વ્યક્તિઓના સંપર્કમાં આવતા જ તેઓની જિંદગી નર્ક બની જતી હોય છે.