ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (09:30 IST)

અમદાવાદથી અમૃતસર, જયપુર માટે શુક્રવારથી ડેઈલી ફ્લાઈટ; વારાણસીની સીધી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે

flights
સ્પાઈસ જેટ અમદાવાદથી વારાસણી, જયપુર અને અમૃતસર માટે ડેઈલી ફ્લાઈટ શરૂ કરશે. અમદાવાદ-વારાણસી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે અન્ય ફ્લાઈટો 22 જુલાઈથી શરૂ કરવામાં આવશે. એરલાઈન્સ દ્વારા વન સ્ટોપ વાયા દિલ્હી થઈ અમદાવાદથી પેકયોંગ, ધર્મશાલા, ખજુરાહો, કુશીનગર, ઝારસુગુડા, પંતનગર, શ્રીનગર દરભંગા, ગોરખપુર અને જમ્મુ માટે પણ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ તમામ ફ્લાઈટો સપ્તાહમાં બે દિવસથી ચાર દિવસ સુધી સંચાલિત કરવામાં આવશે. તમામ ફ્લાઈટનું ભાડું અંદાજે 4 હજારથી 4500ની આસપાસ હશે. એરલાઈન્સ દ્વારા આ તમામ ફ્લાઈટોનું બુકિંગ વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ સહિત દેશના 51 જેટલા શહેરો વચ્ચે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને દેશમાં સૌથી વધુ પેસેન્જરોને મુસાફરી કરાવતી એરલાઈન્સ છે.