શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2023 (08:53 IST)

અંકલેશ્વરમાં જીવના જોખમે સ્ટંટ કરતાં 6 યુવકો ઝડપાયા

Video of dangerous bike stunts in Surat
ગુજરાતમાં સતત નબીરાઓ દ્વારા સ્ટંટ કરવાના વીડિયો સામે આવતા રહ્યા છે યુવાનો જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરવા જોવા મળે છે. હવે થોડા દિવસો પહેલા જ સુરત, અમદાવાદ અને વડોદરાથી આવા વીડિયો  સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. 
 
સોશિયલ મીડિયા  પર અંકલેશ્વર શહેરમાં જીવના જોખમે ચાલતી કારમાં સ્ટંટ કરતાં છ યુવાનોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો .જાહેર માર્ગ પર સ્ટંટ કરતા યુવાનો અન્ય વાહન ચાલકો માટે જોખમ કારક સાબિત થઈ રહ્યા છે.  વીડિયો વાયરલ થતા જ અંકલેશ્વર GIDC પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે કારના નંબરના આધારે સ્ટંટ કરતાં 6 યુવકોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.