ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2023 (10:45 IST)

જામનગર એક સાથે 5 અર્થી ઉઠતાંં આખુગામ હિબકે ચઢ્યુ

એક સાથે 5 અર્થી ઉઠતાંં આખુગામ હિબકે ચઢ્યુ - જામનગર નજીક આવેલા સપડા ડેમમાં બે પરિવારના કુલ 5 લોકો ડેમમાં ડુબી જવાથી મોત થયા છે . જામનગરના સપડા ગામ નજીક આવેલા સપડા ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. 
 
જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સ્ટોર ચલાવતા મહેશભાઈ તેમના પત્ની, પુત્ર અને બે પાડોશીઓ સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ પાંચેય લોકો ડેમમાં ન્હાવા પડ્યા હતા. જેમાં ડૂબી જતાં આ પાંચેયના મોત થયા છે. 
 
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યુની કામગીરી શરુ કરી હતી. ફાયર વિભાગે પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.