શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (10:59 IST)

નશામાં ધૂત થઇને કેમેરા આગળ નાચનાર ભાજપના કાઉન્સિલરને નોટિસ

સુરતના એક ભાજપના કાઉન્સિલરને નશામાં ધૂત થઇને નાચતો વીડિયો વાયરલ થયા બાદ સત્તારૂઢ ભાજપ માટે શરમજનક સ્થિતિ પેદા થ ગઇ છે. સુરતના ભાજપના અધ્યક્ષ નિતિન ભજિયાવાલાએ કહ્યું હતું કે કાઉન્સિલર પીયૂષ શિવશક્તિવાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પાર્ટીએ તેમને કારણદર્શક નોટિસ જાહેરાત કરી છે. 
 
મ્યુનિસિપલ એકમ તેમને સસ્પેંડ કરવાની માંગ કરશે. પીયૂષ શિવશક્તિવાલા સુરતના સંગ્રામપુરા નગપાલિકા વોર્ડના કાઉન્સિલર છે. આ વીડિયો વલસાડ જિલ્લાના નાગરોલ ગામમાં એક ફાર્મ હાઉસમાં મોબાઇલ ફોન વડે શૂટ કરવામાં આવ્યો છે. 
 
ગુજરાતમાં દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે. કાઉન્સિલર કેટલાક લોકો સાથે ફાર્મ હાઉસ પર ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન પીયૂષ શિવશક્તિવાલાએ પાર્ટીમાં દારૂનું સેવન કરવાની વાતનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે વીડિયોમાં દેખાતી બોટલમાં જ્યૂસનો રસ હતો.
 
તેમણે કહ્યું હતું કે સ્વાસ્થ્ય કારણોના લીધે મારી પાસે દારૂ પીવાની પરમિટ છે. હું પાર્ટીમાં નાચી રહ્યો હતો પરંતુ મેં દારૂ પીધો ન હતો. નાચવું કોઇ ગુનો નથી. હું પાર્ટીને સ્પષ્ટીકરણ આપીશ. બોટલમાં દારૂ ન હતો પરંતુ ફળનો રસ હતો. ભજિયાવાલે કહ્યું હતું કે તે ભાજપના કાઉન્સિલર પદેથી સસ્પેંડ કરવાની માંગ કરશે કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે એક જનપ્રતિનિધિ હોવાના નાતે શિવશક્તિવાલાનું આવું આચરણ સ્વિકાર્ય નથી.