1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (11:56 IST)

ગુજરાતની શાળાઓમાં કોરોના કહેર 22 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા

રાજકોટ શાળા માં કોરોના કહેર યથાવત
રાજકોટ જિલ્લામાં વધુ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત
અમરનગર ની શાળા માં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત
હાલ અમરનગર ની શાળા બંધ કરવા હુકમ કરવમાં આવ્યો
રાજકોટ શહેર માં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત
તાંઝાનિયા થી આવેલી યુવતી કોરોના સંક્રમિત
 
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જોકે બાળકો સ્કૂલે પહોંચતા જ હવે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોનાનું સંક્રમણ સામે આવી રહ્યું છે, જેમાં થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થિની કોરોના પોઝિટીવ આવી છે. આ સાથે જ રાજ્યની સ્કૂલોમાં છેલ્લા 10 દિવસમાં 18 જેટલા બાળકોમાં કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે.
 
વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં 9, અમદાવાદમાં 4, રાજકોટમાં 3 તથા 2 કેસ વડોદરામાં સામે આવી ચૂક્યા છે. છારોડીની નિરમા વિદ્યાવિહારમાં ત્રણ વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્‌ગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારના ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ઉપરાંત એક જ પરિવારના ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
 
સંચાલકોના જણાવ્યા અનુસાર પિતાને ચેપ પછી બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે.રાજકોટની નચિકેતા સ્કૂલના એક વિદ્યાર્થીનો રિપોર્ટ બે દિવસ પહેલા પોઝિટિવ આવતા સ્કૂલ દ્વારા એક અઠવાડિયાની રજા જાહેર કરાઇ છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની એક વિદ્યાર્થિની ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવતી હતી તેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થિની સ્કૂલે આવી નહોતી એટલે તેનો કોઇ ઇસ્યુ નથી કે તે સ્કૂલમાં કોઇ સાથે સંપર્કમાં હોય. SNK સ્કૂલમાં ધો.10ના ટ્વીન્સ ભાઇ-બહેન કોરોના પોઝિટિવ આવ્યા છે. આથી સ્કૂલને એક અઠવાડિયું બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અને સંપર્કમાં આવેલા તમામનો ટેસ્ટ આજે થઇ રહ્યો છે.
 
સુરતમાં શાળાએ જતા બાળકો કોરોના સંક્રમિત થયા છે. સુરતની સંસ્કાર ભારતી શાળાના કુલ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. રિવેરડાલે એકેડમીના 4 વિદ્યાર્થી, ભુલકા વિહાર સ્કૂલના 2 વિદ્યાર્થી, ડીપીએસ સ્કૂલના 2 વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. વડોદરામાં નવરચના ઇન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કરતો ધો. 3નો વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા બાદ સ્કૂલના ઓફલાઈન ક્લાસીસને બંધ કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના ધો.7નો વિદ્યાર્થી અને તેના પેરેન્ટ્સ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલે તમામ ઓફલાઈન ક્લાસ બંધ કરી દીધા છે. તેમજ શહેરની સંત કબિર સ્કૂલના ટીચર પણ પોઝિટિવ મળી આવ્યા હતા.