બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શનિવાર, 9 ઑક્ટોબર 2021 (14:39 IST)

રાજકોટમાં મહિલાએ બે પુત્ર સાથે આપઘાત કર્યો, ઘરકંકાશની આશંકા

રાજકોટમાં આજે સવારે બનેલી સામૂહિક આપઘાતની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. શહેરના નાકરાવાડી વિસ્તારમાં મહિલાએ બે માસૂમ પુત્ર સાથે અગ્નિસ્નાન કરી મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં ગૃહ કંકાસની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષીય દયાબેન વિજયભાઇ ડેડાણિયાએ 7 વર્ષીય પુત્ર મોહિત અને 4 વર્ષીય પુત્ર ધવલ સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં દયાબેનના પરિવારમાં અને સમગ્ર કુવાડવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઉલ્લેખનીય છે કે આજથી 5 મહિના પહેલાં મોરબીના રવાપર રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતી એક 52 વર્ષની આધેડ મહિલાએ ઘરમાં જ સળગી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે આપઘાત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી. મૃતકનાં ત્રણ સંતાન હોઈ અને તે ત્રણેય માનસિક બીમાર હતાં, જેમની યોગ્ય કાળજી ન રાખી શકતા હોવાથી લાગી આવ્યું હતું અને આ પગલું ભર્યું હોવાનું ખૂલ્યું હતું.