ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (15:41 IST)

ધંધુકા મર્ડર કેસ લાઈવ - ગુજરાતમાં એક હત્યા કેસ પાછળ રાજ્યની શાંતિ ડહોળાઈ

ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પડી રહ્યા છે. છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળુ ધસી આવતા જૂથ અથડામણ થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાઇરલ કરનાર શખ્સ સહિત 6 લોકોની અટકાયત કરી છે. જૂથ અથડામણ થતાં છોટાઉદેપુર પંથકમાં તંગદિલી ફેલાઇ ગઇ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે કરજણ બંધનું એલાન આપતા બજાર જડબેસલાક બંધ રહ્યું હતું. તે સાથે વડોદરાના પાદરામાં પણ હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
- રાજકોટમાં લાઠીચાર્જ મામલે DCP મનોહરસિંહ જાડેજાનું નિવેદન: ટોળાં દ્વારા PCRમાં તથા દુકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું, રસ્તો પણ બ્લોક કરાયો, હજુ સુધી કોઈ અટકાયત નહીં
 
-  હજારોની સંખ્યામાં માલધારી સમાજ દ્વારા લોકો રાજકોટ કલેકટર કચેરીએ એકઠા થયા
-  આવેદનપત્ર આપ્યા બાદ અચાનક ટોળું ઉગ્ર બની ગયું, રોડ બ્લોક કરવા પ્રયાસ કર્યો
-  શહેરના ગેલેક્સી સિનેમા નજીક ટોળાએ દંગલ કરતા પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો
 
 
દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમર ગની ઉસ્માનીની પૂછપરછમાં આ સંગઠન મુદ્દે ખુલાસો થયો છે.કિશન ભરવાડ હત્યા કેસમાં દાવત-એ- ઈસ્લામી સંગઠનની સંડોવણી ખુલી છે  
 
કમર ગની ઉસ્માની આ સંગઠન સાથે જોડાયેલો છે.. જેનું હેડક્વાર્ટર કરાચીમાં આવેલું છે.. દાવત-એ-ઈસ્લામિક એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટ ચલાવે છે.જેની આડમાં યુવાનોનું બ્રેઈનવોશ 
 
કરીને હિંસક બનાવવામાં આવે છે
 
પાકિસ્તાની આતંકીઓ પણ સંપર્કમાં હોવાનું પૂછપરછમાં ખુલ્યું
ATS કમલેશ તિવારી હત્યા કેસમાં પણ મૌલાનાની પૂછપરછ કરી શકે છે. મૌલાના કમર ગની પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે પણ સંપર્કમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે