શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (15:52 IST)

સુરતમાં દીકરીના જન્મદિવસની ઉજવણીમાં દારૂ પીને પત્નીને માર મારી પતિએ ગળાફાંસો ખાધો

In Surat,  wife was beaten and  husband hang after drinking alcohol during daughter's birthday celebration
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં યુવકે રાત્રે દીકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યાર બાદ દારૂના નશામાં પત્નીને માર મારતાં બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવ્યા બાદ પતિને રૂમમાં લટકતો જોયો હતો.

મૂળ ઉત્તરપ્રદેશના અને પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં 36 વર્ષીય નંદલાલ બેચનલાલ બિંદ પરિવાર સાથે રહેતો હતો. નંદલાલ ડિજિટલ પ્રિટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લાં 18 વર્ષથી સુરતમાં રહી રોજગારી મેળવતો હતો. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. ગત રોજ દીકરીનો જન્મદિવસ હોવાથી રાત્રે ઉજવણી કરી હતી.દીકરીના જન્મદિવસની ઉજવણીમાં પિતા નંદલાલે દારૂ પીધો હતો. ત્યાર બાદ બધાં પરિવારજનો પોતપોતાના ઘરે જતા રહ્યાં હતાં. દરમિયાન નંદલાલનો પત્ની સાથે ઝઘડો થયો હતો, જેમાં નંદલાલે પત્નીને ફટકારી હતી, જેથી તેનું માથું દીવાલ સાથે અથડાતાં પાછળના ભાગે ઇજા થતાં તે બેભાન થઈ ઢળી પડી હતી. ત્યાર બાદ નંદલાલ રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.