શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (18:07 IST)

સુરતમાં ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે સુરતના ધારાસભ્ય ઝંખના બેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે. સુરત ભાજપના અનેક કાર્યકરો અને નેતાઓ કોરોનાના સકંજામાં સપડાઈ ચુક્યા છે. ત્યારે હવે ધારાસભ્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો  છે.

આજે ધારાસભ્ય ઝંખના પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે  મારે કોરોનાનાં લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે, મારી સૌને વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા અને રિપોર્ટ કઢાવી લેવા વિનંતી.