મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (14:37 IST)

વ્યાજખોરો સામે સુરત પોલીસ એક્શનમાં, 10 દિવસમાં 103 ગુના નોંધી 111ની ધરપકડ કરી

In Surat police action against moneylenders
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયાં છે. વ્યાજખોરોના લીધે આપઘાતના બનાવો પણ વધી રહ્યાં છે. તે ઉપરાંત નાંણા લેનાર લોકોને થતી હોરાનગતિઓ પણ ફરિયાદ સ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. જ્યારે 26 વોન્ટેડ જાહેર કરાયાં છે.

સુરતમાં આજે વ્યાજખોરો સામે પોલીસ તવાઈ બોલાવી હતી. પાંચથી 15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સુરતના ઝોન પાંચમાં 30 ગુના દાખલ કર્યાં છે.સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બે દિવસમાં 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા 16 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું હતું કે, વ્યાજખોરો સામેની ડ્રાઈવ આમ તો 2022ના ઓક્ટોબર મહિનાથી ચાલુ છે. પરંતુ લોકો સામે નહીં આવતાં છેવટે સરકાર તરફથી આ કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી હતી. 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 53 કેસ નોંધવામાં આવ્યા હતાં અને 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જ્યારે 2023ના જાન્યુઆરીમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરતાં જ 10 દિવસમાં 103 ગુનાઓ નોંધીને 111 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફતેહગંજ પોલીસે વ્યાજખોરો સામેની કાર્યવાહી માટે લોકદરબારનું આયોજન કર્યું હતું. જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાતા લોકોને બચાવવા માહિતી અપાઈ હતી. પોલીસ માઈક પર જાહેરાત કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. સુરત શેહર ગુજરાતનું આર્થિક પાટનગર છે અને આ પાટનગરમાં દેશભરના અલગ અલગ રાજ્યના લોકો રોજગારીની શોધમાં આવીને વસ્યા છે. શહેરમાં વસીને નાનો મોટો ધંધો કરતા હોવાથી પૈસાની જરૂર હોય છે. ત્યારે કેટલાક અસામાજીક તત્વો આવા લોકોને રૂપિયા વ્યાજ તો આપે છે પણ તેની અવેજમાં વ્યાજની મોટી રકમ પડાવી લેતા હોય છે. આવી સતત ફરિયાદો સુરત પોલીસ સામે આવી રહી છે. ત્યારે સુરત પોલીસ આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.