ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (17:45 IST)

સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં પાછા ફર્યા

સુરતમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષ કુકડિયા ભાજપમાં જોડાયા હતા. જ્યારે આજે મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી છે. મનિષા કુકડિયાએ ફરી આપમાં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષા કુકડિયા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કહ્યું હતું કે, અમે જનતાની સાથે જ છીએ. અમે દબાણ વગર ભાજપમાં જોડાયા છીએ.છેલ્લા 38 દિવસમાં આપમાંથી કુલ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. જે પૈકી મનિષા કુકડિયા ફરી આપમાં જોડાયા છે. ગત 4 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત AAPના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વધુ એક કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા 6 કોર્પોરેટરને આપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે તેમના જ મત વિસ્તારમાં બેનર પર ગદ્દાર લખીને આપના કોર્પોરેટરોએ રેલી કાઢી વિરોધ પણ નોંધાવ્યો હતો. જ્યારે લોકોમાં રોષને લઈને આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોએ પોલીસ બંદોબસ્ત રાખવાની પણ ફરજ પડી હતી. આ સાથે પાલિકાની સામાન્ય સભામાં પણ સાવચેતી રાખવામાં આવતી હતી.AAPના સંપર્ક વિહોણા બનેલા વોર્ડ નં 4ના મહિલા નગરેસવક કુંદન કોઠિયાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા. જોકે, 14 ફેબ્રુઆરીના રોજ તેમણે પણ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરી લીધો છે. જોકે, આજે મનિષા કુકડિયા ફરી આપમાં જોડાતા આપના 27માંથી માત્ર 22 નગરસેવકો રહી ગયા છે. જ્યારે ભાજપનું સંખ્યાબળ 93થી વધી 98 થઇ ગયું છે.