ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (13:44 IST)

સુરત: રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસી : દીકરી સામે માતાની હત્યા કરી કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી

3 વર્ષ અગાઉ પાંડેસરામાં માતા-પુત્રીના ચકચારિત ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બન્નેને દોષી ઠેરવી આજે સજા ફટકારી છે. મુખ્ય આરોપી હર્ષસહાય ગુર્જરને ફાંસી અને સહઆરોપી હરિઓમ ગુર્જરને આજીવનકેદની સજા કરવામાં આવી છે. નરાધમે કિશોરી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી.
 
કેસની વિગત મુજબ 6 એપ્રિલ, 2018ના રોજ ભેસ્તાન સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. તેની પર જાતીય હુમલો અને બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી, જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાં લાવી આ લાશ કોઈ ફેંકી ગયું હોવાનું સપાટી પર આવ્યું હતુ. જોકે આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેંકી દીધી હતી.