સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (16:40 IST)

નવસારીની સેશન્સ કોર્ટમાં ચાલુ સુનવણીએ જજ પર હૂમલો, આરોપીએ જજ પર પથ્થર ફેંક્યો

નવસારીની સેશન્સ કોર્ટમાં આરોપીએ એડિશ્નલ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ પર સુનાવણી દરમિયાન છુટો પથ્થર ફેંક્યો હતો. કોર્ટ પરિસરમાં આ વાત વાયુવેગે ફેલાતા નવસારી બાર એસોસિએશનને સમગ્ર ઘટનાને વખોડી હતી. પથ્થર ફેંકતા મહિલા જજ ઈજા પામતાં બચી ગયાં હતાં. જેલ જાપ્તાએ પણ આરોપીને કોર્ટમાં લઈ જતાં પહેલાં ચકાસણી કરવી જોઈતી હતી તેવી ચર્ચા રહી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે  2019ના મારામારી કેસના આરોપી ધર્મેશ ઉર્ફે ગુલાબ રાઠોડે નવસારીના કબીલપોરમાં રહેતા લોકો સાથે મારામારી કરી હતી જેનો તેના ઉપર કેસ ચાલુ છે.

અગાઉ પણ આ જ આરોપીએ એમ.એ શેખ નામના જજ ઉપર ચપ્પલ વડે હુમલો કર્યો હતો. જોકે ત્યારે પણ જજને ચંપલ વાગતાં રહી ગયું હતું. આરોપીએ જેલમાંથી પથ્થર પોતાના ખિસ્સામાં મૂક્યો હતો અને જેલ જપ્તાની નજર ચૂકવીને કોટરૂમ સુધી પથ્થર લઈ ગયો હતો. જેલ જાપ્તાએ પણ આરોપીને કોર્ટમાં લઈ જતાં પહેલાં ચકાસણી કરવી જોઈતી હતી તેવી ચર્ચા રહી છે. નવસારીના એડવોકેટ્સમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, કોર્ટ પરિસરમાં કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિઓ જજો સુરક્ષિત ન હોય તો સામાન્ય માણસોની શું હાલત હશે? આજ આરોપીય અગાઉ પણ એમ.એ. શેખ નામના જજ ઉપર ચપ્પલ વડે હુમલો કર્યો હતો. ત્યારે જેલ જાપ્તાની પણ ફરજ બને છે કે તેની ચકાસણી કરીને તેને કોર્ટ રૂમ સુધી લાવવો જોઈએ આ હુમલાની ઘટનાને બાર.એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાંખી છે