ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (14:52 IST)

ઉત્તર પ્રદેશમાં ખેડૂત નેતાઓને 50 લાખની નોટિસ ફટકારાઈ

ઉત્તર પ્રદેશમાં ખેડૂત આંદોલન કરનારને 50 લાખની નોટિસ, પોલીસ પર ડરાવવાનો આરોપ
 
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિકાયદાઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને 'ઉશ્કેરનારા' ખેડૂત નેતાઓને 50 લાખ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઘટના સાંભલની છે.
 
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર ભારતીય કિસાન યુનિયન (અસલી)ના છ ખેડૂત નેતાઓને 50-50 લાખ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બીજા છ લોકોને પાંચ-પાંચ લાખના બૉન્ડની નોટિસ આપવામાં આવી છે.
 
સાંભલના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ દ્વારા ખેડૂત નેતાઓને 12 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ આ નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ ફટકારાયાના અમુક દિવસો બાદ સર્કલ ઑફિસરે આને કારકુની ભૂલ ગણાવીને 50 હજારની રકમની વાત કરી હતી.
 
સાંભલના સર્કલ ઑફિસર અરુણકુમાર સિંહે કહ્યું, "મેં એસડીએમ સાથે વાત કરી છે. આમાં ભૂલ હતી. નવી નોટિસ આપવામાં આવશે. હાલ એસડીએમ રજા પર છે. તે રજા પરથી પરત આવશે તો અમે 50 હજારના નવા બૉન્ડ જાહેર કરીશું."
 
ખેડૂત નેતાએ આને 'પ્રજાતાંત્રિક વિરોધપ્રદર્શનને બદાવવાનો' પ્રયાસ ગણાવ્યો છે.
 
ભારતીય કિસાન યુનિયન(અસલી)ના રાજપાલસિંહ યાદવે કહ્યું, "અમને આંદોલન કરતા અટકાવવા માટે આ પ્રકારની રૅન્ડમ રકમ નક્કી કરવામાં આવી."
 
"આ આંદોલન હિંસક આંદોલન નથી. વહીવટી તંત્ર ખેડૂત આંદોલનથી કેમ ગભરાયેલું છે? અમે આતંકવાદી હોઈએ તેમ 50 લાખ રૂપિયા માગે છે. તેઓ જાણે છે અમારી પાસે આટલા બધા પૈસા નથી."