શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (12:13 IST)

વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં પધારશે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના લોકાર્પણને આખરી ઓપ અપાયો

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. મોદી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીના કાફલાનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આવતી કાલે પીએમ મોદીના હસ્તે 182 મીટરની ઉંચાઈ વાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ થશે. લોકાર્પણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષાને લઈને હજારો પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
લોકાર્પણના સમયે પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.. સાથે જ આ દરમિયાન ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. ફોટોગ્રાફી માટે અલગથી સ્ટેજ પણ બનાવવામાં આવ્યુ છે.. લોકાર્પણના માઈક્રોપ્લાનીંગ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી છે. સોમવારે મુખ્ય સચિવ જે.એન.સિંહે સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી. મહત્વનુ છે કે, સરદારની પ્રતીમા પાસે વેલી ઓફ ફ્લાવર બનાવવામાં આવ્યુ છે. પ્રતિમાની આસપાસ વિવિધ ફૂલો પણ પથરાવવામાં આવ્યા છે. પીએમ મોદીના હસ્તે આવતી કાલે લોકાર્પણ થશે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે.
    આવતીકાલે વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું થશે લોકાર્પણ
    PM મોદીના હસ્તે થશે વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું લોકાર્પણ
    લોકાર્પણને લઇ તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
    આજે રાત્રે 9 વાગ્યે PM મોદી આવશે ગુજરાત
    સુરક્ષાને લઇ તમામ તૈયારીઓ કરાઇ પૂર્ણ
    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારો પોલીસકર્મી તૈનાત
    ગઇકાલે મુખ્ય સચિવ જે.એન સિંહે સુરક્ષાની કરી હતી સમીક્ષા
    લોકાર્પણ સમયે પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા કરાશે પુષ્પવર્ષા
    લોકાર્પણ પહેલા અને પછી ફોટોગ્રાફી માટે બનાવાયું અલગથી સ્ટેજ
    લોકાર્પણના માઇક્રોપ્લાનિંગની ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યાં છે સમીક્ષા
    સરદારની પ્રતિમા આસપાસ બનાવામાં આવ્યુ છે વેલી ઓફ ફ્લાવર
    સરદારની પ્રતિમાની આસપાસ પથરાયા વિવિધ ફૂલો
    અમિત શાહ, આનંદીબેન પટેલ સહિતના નેતાઓ રહેશે હાજર
    અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી