રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (17:47 IST)

ગુજરાતની 8300 એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને GPS સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ

st buses
-એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) ઇન્સ્ટોલ 
-૨૬૦૦ બસોમાં અને ત્રીજા તબક્કામાં બાકી રહેલ અંદાજીત ૩૩૦૦ બસોમાં જીપીએસ ડીવાઈસ
-સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના

 
 
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) ઇન્સ્ટોલ કરવામાં આવી છે.આ પ્રોજેક્ટના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને તથા મુસાફરોને ખૂબ જ ફાયદાઓ મળી રહ્યા છે. નિગમને તમામ બસોનું રિયલ ટાઈમ મોનિટરીંગ મળી રહે છે, જેના કારણે તેઓ બસોની વ્યવસ્થા અને સંચાલન ખૂબ જ સુઆયોજિત રીતે કરી શકે છે.આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મુસાફરો અને બસોની સલામતીની ખરાઈ અને વ્યવસ્થા કરી શકાય છે.પ્રથમ તબક્કામાં ૨૪૦૦ બસોમાં, બીજા તબક્કામાં ૨૬૦૦ બસોમાં અને ત્રીજા તબક્કામાં બાકી રહેલ અંદાજીત ૩૩૦૦ બસોમાં જીપીએસ ડીવાઈસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. 
 
સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના
તબક્કામાં ૫૯૧ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અલગ અલગ ૧૦૦ બસ સ્ટેશનો પર ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. ૧૬ ડિવિઝનલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તથા સેન્ટ્રલ ઓફિસમાં ૧ સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે અત્યાધુનિક અને ખૂબ જ એડવાન્સ એવી ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ એપ્લીકેશનનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. જેમાં જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેસન સિસ્ટમ (GIS) જેવી અત્યાધુનિક ટેક્નોલોજીને ઇન્ટીગ્રેટેડ કરવામાં આવી છે.આ આઈ.વી.ટી એપ્લીકેશન જી.પી.એસ.ના લાઇવ અને રિયલ ટાઈમ ડેટાને ફક્ત અમુક મિલિસેકન્ડમાં પોતાના સર્વર પર મેળવી તુરંત આ ડેટાને પ્રોસેસ કરી પી.આઈ.એસ, આઈ.વી.ટી. એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશનમાં વિવિધ રિપોર્ટમાં મોકલી આપે છે.
 
વાસ્તવિક મુસાફરીનો સમય તથા ટ્રીપનું અંતર જાણી શકાય છે
આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મેનેજમેન્ટ તમામ બસોનું રિયલ ટાઈમ મોનિટરીંગ મેળવી પેરેલલ ઓપરેશન થતું હોય, કોઈ બે લોકેશન પર પણ વધારે ટ્રીપની ફ્રિકવન્સી હોય, વાસ્તવિક મુસાફરીનો સમય તથા ટ્રીપનું અંતર જાણી શકાય છે.જૂની મુસાફરીઓના ડેટાનું એનાલિસિસ કરી વિવિધ પ્રકારના નિર્ણયો લઈ ટ્રાફિકની સમસ્યાઓ નિવારી શકાય છે અને પ્રોડક્ટિવિટી વધારી શકાય છે.આ પ્રોજેક્ટ દ્વારા બસોની. ટ્રીપની, શિડ્યૂલની સમયબદ્ધતા જાળવી શકાય છે તથા ઓપરેશનલ કોસ્ટ ઘટાડી શકાય છે. ઓવર સ્પીડ અને તેના કારણે થતા અકસ્માતની ઘટનાઓ ઘટાડી શકાય છે. પહેલા ગુ.રા.મા.વા.વ્ય. નિગમ પર જે ખોટા એક્સીડન્ટના કે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ્સ (MACT) ક્લેઈમ થતા હતા તેને પણ ઘટાડી શકાયા છે.