ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2019 (13:39 IST)

જામનગર શહેરનો આજે 480મો જન્મદિવસ

જામનગર શહેરનો આજે 480મો જન્મદિવસ છે. ત્યારે આજે જામનગર મહાપાલિકા સહિત રાજવી પરિવારના લોકોએ શહેરના દરબારગઢ નજીક સ્થાપનાની ખાંભીનું પૂજન કરીને સૌ શહેરીજનોને શુભકામનાઓ પાઠવી હતી. હાલાર સતત પ્રગતિશીલ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી.સૌરાષ્ટ્ર નું પેરીસ,છોટીકાશી,આવા ઉપનામો થી જાણીતું એવા જામનગર શહેર નો આજે સ્થાપના દિવસ છે..શ્રાવણ સુદ સાતમ એટલે આજ થી બરાબર 479 વર્ષ પેહલા જામનગર શહેર ની સ્થાપના થઇ હતી. 
આજે જામનગર 480 વર્ષ માં પ્રવેશ્યું છે.ત્યારે આજે દરેક હાલારીને હૈયે હરખ માં તો નથી.અને સૌ કોઈ માં હર્ષ ની લાગણી જોવા મળી રહી છે.દરવર્ષ સ્થાપના દિવસ ની ઉજવણી અને ખાંભી પૂજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.આજે પણ દરબારગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોર માં આવેલ જામનગર ની સ્થાપના ખાંભી નું પૂજન રાજ્યમંત્રી હકુભા જાડેજા,મેયર હસમુખ જેઠવા સહીત ના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે તેવો સૌ શહેરીજનોને શુભકામના પાઠવી અને શહેર ના થયેલ વિકાસ અંગે ની વાત રજુ કરી હતી.
મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા થયેલ ખાંભી પૂજન બાદ જામનગર ના રાજવી પરિવાર ના સભ્ય સહીત જામનગર જીલ્લા રાજપુત સમાજ દ્વારા પણ જામનગર ની સ્થાપના નું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.અને સૌ ભાઈઓ એ એકબીજાને મો મીઠા કરી અને ખુશી વ્યક્ત કરી હતી,ત્યારે આવનાર વર્ષોમાં પણ જામનગર શહેરનો વિકાસ લોકશાહી મા અવિરત રહે તેવી પણ વાત રાજવી પરિવારના સભ્ય આદિત્યસિંહજી જાડેજા એ કરી.જામનગર એ રાજાશાહી ની અમુલ્ય દેન સમું શહેર છે.
જામનગરના પૂર્વ રાજવીઓ એ જામનગર ની પ્રજાના હિત માટે કરેલા કાર્યો અને દૂરંદેશી આયોજનો નો લાભ આજે પણ જામનગર શહેર અને જીલ્લાના લોકોને મળે છે. જામનગર શહેર માં આજે પણ રાજાશાહી સમયની ભવ્ય અને કલાકારીગરી ના નમુના સમાન કેટલીય ઐતિહાસિક ઈમારતો જેવી કે ખંભાળિયાગેટ,ભુજીયો કોઠો,લાખોટા તળાવ,માંડવીટાવર પંચેશ્વરટાવર સહિતની ઈમારતો રાજાશાહી જીવંત હોવાનો પુરાવો આપે છે.