શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2019 (12:39 IST)

ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના નિધન બાદ ગુજરાતમાં રૂપાણી સરકારની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સફળ ત્રણ વર્ષની ઉજવણી કરવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પરંતુ પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના પગલે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત સરકારે મોડીરાત્રે કરી હતી.
પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના કારણે ગુજરાત રાજય સરકારે રૂપાણી સરકારના ત્રણ વર્ષની સફળ કામગીરી સંદર્ભે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મહાત્મા મંદિરે સંકલ્પ સે સિદ્ધિ કી ઓર ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાને મતની મોકળાશ કાર્યક્રમની ઉજવણી રદ કરવામાં આવી છે.
દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ત્રણ વર્ષની સફળ કામગીરીની ઉજવણીના તમામ કાર્યક્રમો મોડીરાત્રે રદ દીધાની તમામ સરકારી ખાતાને જાણ કરી હતી. જીલ્લા મથકોએ પણ આવી ઉજવણીના કેટલાક કાર્યક્રમો યોજાવાના હતા તે પણ રદ કરી દેવામાં આવ્યા છે.