સંબંધિત સમાચાર
- હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રન: વાહન ચાલક પગપાળા જતા સંઘને ટક્કર મારી ફરાર
- Ahmedabad - ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત
- રાજ્ય સરકારનો નિર્ણય: જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો
- વડોદરામાં ભાજપના વોર્ડ પ્રમુખનું ભેદી મૃત્યુ, મહિ નદીમાંથી મૃતદેહ મળ્યો
- પોરબંદરના દરિયામાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું, 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા
જસદણના બાખલવડ પાસે ભયાનક અકસ્માત, મામા સહિત બે ભાણેજનુ મોત
- કાર અને બાઈકની વચ્ચે જોરદાર ટક્કર
- આ અકસ્માતમાં મામા અને તેની ચાર વર્ષની ભાણેજનું ઘટનાસ્થળે મોત
- બીજી ભાણેજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
- આ અકસ્માતમાં મામા અને તેની ચાર વર્ષની ભાણેજનું ઘટનાસ્થળે મોત
- બીજી ભાણેજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
જસદણના બાખલવડ ગામ નજીક ભયાનક અકસ્માત થયો છે. જેમાં કાર અને બાઈકની વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. રાજકોટ-ભાવનગર હાઈવે રાત્રે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં મામા અને તેની ચાર વર્ષની ભાણેજનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેમજ જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તથા મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ અજયભાઈ સદાસિયા (ઉં.વ.30) પોતાની બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.8) અને માહી રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.4) પોતાની બાઈકમાં બેસાડીને બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં અજયભાઈ અને માહીનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે તેણે પણ દમ તોડી દીધો હતો
