Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2017 (16:32 IST)
જય રણછોડના નાદ સાથે ભક્તોએ પકડી ડાકોરની વાટ
ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનનો અનેરો મહિમા છે. ત્યારે અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાંથી પદયાત્રિઓના સંઘ ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. હાલ ડાકોર તરફના રસ્તાઓ પર પત્રયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ કાર્યરત થઇ ગયા છે. સેવા કેમ્પમાં પદયાત્રિઓની સેવા કરવા માટે સેવકો ખડેપગે તૈનાત છે. ડાકોર તરફના તમામ રસ્તાઓ જય રણછોડના નાદથી ગૂંજી ઉઠ્યા છે
. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ભગવાનના હોળી પૂનમના દર્શનાર્થે પાંચ લાખથી વધુ પદયાત્રિકો ઉમટી પડે છે. જેમાં ખાસ કરીને અમદાવાદના વિવિધ વિસ્તારો માંથી મોટીસંખ્યામાં પદયાત્રિઓ ધજા અને હૈયામાં રણછોડ નામ સાથે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રિકોની સેવા માટે ખેડા જિલ્લાના રાસ્તા પાટિયાથી મહેમદાવાદ, સિહુંજ સહિત ડાકોર તરફના માર્ગો પર 150થી વધુ સેવા કેમ્પ શરૂ થઇ ગયા છે. આ સેવા કેમ્પોમાં પદયાત્રિકોની સેવા કરવામાં સેવકો ખડેપગે સેવાઓ આપી રહ્યા છે. ડાકોર તરફના માર્ગો જય રણછોડ.. માખણચોરના નાદથી ગુંજી ઉઠયા છે. યાત્રાધામ ડાકોરમાં બિરાજેલા રાજાધિરાજા રણછોડરાય ભગવાનના હોળી પૂનમના દર્શનાર્થે પાંચ લાખથી વધુ પદયાત્રિકો ઉમટી પડે છે. જેમાં ખાસ કરીને અમદાવાદના વિવિધ વિસ્તારો માંથી મોટીસંખ્યામાં પદયાત્રિઓ હાથમાં ધોળી ધજા અને હૈયામાં રણછોડ નામ સાથે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રિકોની સેવા માટે ખેડા જિલ્લાના રાસ્તા પાટિયાથી મહેમદાવાદ, સિહુંજ સહિત ડાકોર તરફના માર્ગો પર 150થી વધુ સેવા કેમ્પ શરૂ થઇ ગયા છે.