રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 મે 2018 (12:10 IST)

JEE મેઇન્સના ટોપ 200માં ગુજરાતના 15 વિદ્યાર્થીઓ ઝળક્યાં

દેશની વિવિધ એન્જિનિયરિંગ સંસ્થાઓના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE(જોઇન્ટ એન્ટ્રસ એક્ઝામ)નું પરિણામ સોમવારે જાહેર થયું હતું. જેમાં દેશના ટોપ 200માં ગુજરાતના 15 જેટલા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જ્યારે 2 વિદ્યાર્થીઓ ટોપ-50માં સ્થાન મેળવવામાં સફળ થયા હતા.રાજ્યમાં પ્રથમ આવેલ શ્રેયાંશ નાગોરી દેશમાં 24માં ક્રમે છે જ્યારે રાજ્યમાં 2 નંબરે આવેલ દેવર્ષી પટેલે દેશમાં 38મો ક્રમ મેળવ્યો છે. 

આ વર્ષે આ 15 વિદ્યાર્થીઓમાં 5 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના છે જ્યારે બાકીના 10 વિદ્યાર્થીઓ CBSC સહિત અન્ય બોર્ડના છે.  આશ્ચર્યજનક વાત છે કે રાજ્ય સરકારે JEEમાંથી હટી જવાનો નિર્ણય કરતા જણાવ્યું છે કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું આ પરીક્ષામાં સારુ પરફોર્મન્સ ન હોવાના કારણે તેઓ વિથડ્રો કરી રહ્યા છે.આ વર્ષે 8 એપ્રિલના રોજ યોજાયેલ JEE મેઇન્સની એક્ઝામમાં 12000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પહેલા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે JEE ફરજિયાત હતી પરંતુ 2016માં રાજ્ય સરકારે તેમાંથી વિતડ્રો કરીને રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ(GujCET) બહાર પાડી હતી જેના કારણે JEEમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે.તો બીજીબાજુ JEEમાં પણ મેરિટ લિસ્ટ નીચે જઈ રહ્યાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે 2017માં 7000 જેટલા વિદ્યાર્થીઓએ 225 કે તેનાથી વધુ માર્ક મેળવ્યા હતા જ્યારે આ વખતે માત્ર 3000 વિદ્યાર્થીઓ 225ને ક્રોસ કરી શક્યા છે. તો બીજીબાજુ એક્ઝામાં 303 માર્ક મેળવાના વિદ્યાર્થી ખુશી કાપડિયા કહે છે કે મને વધુ માર્કની આશા હતી પણ પેપર ખૂબ જ અઘરું હતું. પહેલાની સરખામણીએ હવે પેપર વધુ અઘરા નીકળે છે. તમારે ખૂબ જ વધારે લોજિક વાપરવું પડે છે.