મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 માર્ચ 2021 (15:42 IST)

જેતપુરમાં હોળીના દિવસે ખેલાયો ખૂની ખેલ: મોટાભાઈએ જ નાનાભાઈને કાતરથી રહેશી નાખ્યો

જેતપુરમાં તહેવારોમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે, હજુ વેલેન્ટાઇન્સ ડેના દિવસે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે આજે ફરી હોળીના પવિત્ર દિવસે સગા મોટાભાઈ સિકંદરે નાનાભાઈ હારુનની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ખૂની ખેલ જેતપુરના ભીડભાડ વાળા સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ખેલાયો છે.